ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

ને ધબકે છે નિઃશબ્દતા

કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં
સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું
એના અસલ સ્રોતમાંથી
પછી બધું થાય છે શબ્દાયમાન
પૂરી થાય છે શોધ શબ્દની
હું કહું છું ઃ કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને
ને તું ઉત્તર વાળે છે ઃ જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે
હું શોધી કાઢું છું એ ચોક્કસ ઢોળાવ
જ્યાં તેજ અને છાયાનો
થાય છે આરંભ અને અંત
અને ધબકે છે નિઃશબ્દતા
લવણોદર સમુદ્રની જેમ
હળવે હળવે આકાશથી
ટેવાતી જતી પંખીની પાંખની પેઠે કંપે છે
પવન, પૃથ્વી ને પ્રાણની જેમ ધબકે છે
ને હા, જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે.
અમિના સૈદ ( Born 1953)
આફ્રિકન કવિતા – ટ્યુનિસિયા
મૂળ ફ્રેન્ચમાંથી અમિના સૈદ અને એફ. કાઝિકના અંગ્રેજી અનુવાદના આધારે
અનુવાદ ઃ હરિશ મીનાશ્રુ (‘દેશાટન’માંથી)

…………………

Francophone poet, essayist, short story writer, and translator Amina Said was born in Tunis to a Tunisian father and a French mother. Said’s numerous poetry collections include Paysages, Nuit Friable (1980), Métamorphose de l’île et de la Vague (1985), and Marcher sur la Terre (1994). She has also published reinventions of Tunisian folktales and translations of Filipino writer Francisco Sionil José’s fiction from English into French. Said’s own poetry has been translated into several languages; Present Tense of the World: Poems 2000–2009 (2011, translated by Marilyn Hacker) presents a selection of her work.
source:Poetry Foundation

One thought on “ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

Comments are closed.