I Want to Write
I want to write
I want to write the songs of my people.
I want to hear them singing melodies in the dark.
I want to catch the last floating strains from their sob-torn
throats.
I want to frame their dreams into words; their souls into
notes.
I want to catch their sunshine laughter in a bowl;
fling dark hands to a darker sky
and fill them full of stars
then crush and mix such lights till they become
a mirrored pool of brilliance in the dawn.
Margaret Walker (7 July 1915-30 November 1998): Online Poems
(source: Modern American Poetry, Internet Poetry Archive)
……. ……… ……….. ………
મારે લખવું છે
મારે લખવું છે
મારે લખવાં છે ગીતો, મારાં લોકના
મારે સાંભળવાં છે એમને ગાણાં ગાતાં, આ અંધકારમાં.
મારે ઝીલવાં છે
એમના ડૂમો ભરાયેલા કંઠમાંથી છેલવેલ્લા તરતા, તરડાયેલા સૂર
મારે મઢી લેવાં છે એમનાં સ્વપ્નો શબ્દોમાં, એમના આત્મા આ સૂરોમાં.
આ કટોરામાં મારે ઝીલી લેવાં છે એમનાં સૂર્યોજ્જવલ હાસ્ય
ફંગોળવા છે કાળા હાથ, એથી ય કાળા આકાશમાં
ને ભરી દેવા છે ખીચોખીચ તારકોથી
પછી પરોઢે એ બની જાય તેજનું દર્પણ સરીખું ત્યાં લગી
વાટવા છે ને સેળભેળ કરી મૂકવા છે એ પ્રકાશોને.
માર્ગારેટ વૉકર
અનુવાદ: હરીશ મીનાશ્રુ
‘દેશાટન’ વિશ્વકવિતાના અનુવાદ માંથી
Beautiful poem.
Roopkumar2012
LikeLiked by 1 person
Thanks for visiting my blog and appreciating!
LikeLike
Reblogged this on Rationalism વીવેકપંથ Group of Rationalist.
LikeLiked by 1 person
Thanks for visiting my blog and appreciating !
Thanks for the reblog.
LikeLike