જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું
… … …
આ તરફ ભીની દીવાસળી છે, ઓ તરફ તાતા વંટોળિયાઓ
આપણે સહુના ઘરમાં ઠરેલા પાછા પેટાવવા છે દીવાઓ
… … …
પરપોટો સમયના હાથમાં
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં
એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં
મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં
ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ ( ‘લે, તિમિરા! સૂર્ય…’1995)
Hey can you suggest me any of the book written by Ramesh Parekh sir.
LikeLiked by 1 person
રમેશ પારેખનાં કાવ્ય સંગ્રહો- ક્યાં, ખડિંગ, ત્ત્વ, સનસન, છ અક્ષરનું નામ, લે તિમિરા! સૂર્ય, વિતાન સુદ બીજ, etc. He is the most versatile poet in Gujarati literature!
LikeLiked by 1 person
Thanks a lot for reference.🙌
LikeLike