અમે – નેહલ

દોડમાં શામેલ ન હતા તોય થાકી ગયા અમે
શ્વાસો અઢળક હતા પણ ખૂટી ગયા અમે

આંખોમાં મેઘ હતા અને વરસી ગયા અમે
દરિયાઓ લોહીમાં હતા છતાં તરસી ગયા અમે

હથેળીમાં નકશાઓ હતા તોય ભટકી ગયા અમે
કાંટાઓ ફરતા હતા અને અટકી ગયા અમે

પાસાઓ સવળા હતા તોય હારી ગયા અમે
સમય સાથે હતો પણ ફરી ગયા અમે

પાંદડાં લીલાં હતા પણ ખરી ગયા અમે
ઝળોહળ દિવા હતા છતાં ઠરી ગયા અમે
નેહલ

 

Advertisements