માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ

Pitchfork-e1484548028100

source: Quillette

માણસ નામની એક ઘટના
એક જ લીટીમાં મથાળે લખાય છે
માણસ ક્યાં કોઈને ઓળખાય છે?
ધર્મ, જાત, વર્ણ ને વર્ગમાં વહેંચાય છે
માણસ ક્યાં કોઈને પરખાય છે?
સુખ- દુઃખ તો સૌને સમજાય છે
ભીતરનો અવાજ ક્યાં કોઈને સંભળાય છે?
વખાણવા ને વખોડવા સૌને એકસામટા
ન સમજાય તે સૌ મંદિરોમાં પૂજાય છે!
નેતા, અભિનેતા કે ગુરૂ પગલાં સૌના પૂજાય છે
પોતાના રસ્તે ચાલવા કોણ પ્રેરાય છે?
ચારેકોર છે માણસાઈ નો ઘોંઘાટ
માણસ બન્યા વિના જ સતત પડઘાય છે!
બન્યો માણસ જ્યારથી ટોળાં નામની ઘટના;
ટોળું જ વિચારે, ટોળું જ બોલે, ચાલે ય ટોળું જ,
ટોળાનો અવાજ હવે અંતરનો અવાજ કહેવાય છે!
ટોળું જ વિનાશ કરશે ટોળાંનો
માણસનો તરફડાટ ક્યાં કોઈને દેખાય છે?
ટોળું કરે ટોળાંનો જયજયકાર,
ટોળાંના ખિલે માણસ ક્રોસ પર જડાય છે!
– નેહલ

4 thoughts

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s