‘મોનેર માનુષ’ – સુનીલ ગંગોપાધ્યાય

આ પુસ્તકનું વિષયવસ્તુ એક સરળ અને આધ્યાત્મિક વ્યક્તિના જીવન પર આધારિત છે, જે લાલન ફકીર તરીકે ઓળખાતા સંસારી ભજનિક હતા.એમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી, પણ મૃત્યુ ૧૮૯૦માં થયેલું ગણાય છે. એ બંગાળમાં જન્મ્યા, રહ્યા, મૃત્યુ પામ્યા. આપણી બાજુ એમની કોઈ ઓળખાણ કદાચ છે નહીં, પરંતુ બંગાળમાં, અને બાંગ્લાદેશમાં આજે પણ એમની ઘણી લોકપ્રિયતા છે. સંત કબીરની જેમ લાલન ફકીરે પણ ખૂબ સાદા શબ્દોમાં ઊંડા અર્થ દર્શાવતાં અસંખ્ય ગાન લખેલાં, તથા હિન્દુ-મુસલમાન-ખ્રિસ્તી વગેરે જેવા કોઈ ભેદ મન, વાણી કે વર્તનમાં કદી રાખ્યા ન હતા.
પ્રીતિ સેનગુપ્તા ‘મનનું માણસ’ માંથી
This novel is translated in English : The Fakir – Sunil Gangopadhyay

………………. ………………. …………

લોકો કહે લાલન કઈ જાતનો છે સંસારે
લાલન વિચારે – જાતિનું શું રૂપ
જોયું નહીં આ નજરે.
કોઈ માળા કોઈ તસબી ગળાએ
એનાથી જ તો જાત ભિન્ન ગણાય
જવાની અથવા આવવાની વેળાએ
જાતનાં ચિહ્ન રહે કોનાં રે
જીવનથી ય વધુ જાતની વાતે
જ્યાં ને ત્યાં લોકો ગૌરવ કરે
લાલને એ જાતના ટુકડા
ફેંકી દીધા છે ખેત-બજારે.

……. …….. …….. ……… …….

મિલન થશે કેટલા દિને,
મારા મનના માણસની સંગે.

મેઘની વીજળી જેમ મેઘમાં
છુપાઈ ના શકે શોધની સામે
કાળામાં એ રીતે ખોવાતાં
એ જ રૂપને જોઉં આ દર્પણે.

એ રૂપ જ્યારે આવે યાદ
રહે નહીં લોક-લજ્જાનો ભય
લાલન ફકીર રડીને કહે હંમેશાં
એ પ્રેમ જે કરે તે જાણે.

મનનું માણસ (બંગાળના લાલન ફકીરની કથા) માંથી
‘મોનેર માનુષ’ લેખક – સુનીલ ગંગોપાધ્યાય
અનુવાદ: પ્રીતિ સેનગુપ્તા

20110511100652_8906

Born in Faridpur District, Bangladesh, British Indian Ocean Territory September 07, 1934
Died October 23, 2012
GenreFiction, Children’s, Historical Fiction
Sunil Gangopadhyay (Bengali: সুনীল গঙগোপাধযায, 7 September 1934 – 23 October 2012) was a famous Indian poet and novelist. Born in Faridpur, Bangladesh, Gangopadhyay obtained his Master’s degree in Bengali from the University of Calcutta, In 1953 he started a Bengali poetry magazine Krittibas. Later he wrote for many different publications.

Ganguly created the Bengali fictional character Kakababu and wrote a series of novels on this character which became significant in Indian children’s literature. He received Sahitya Academy award in 1985 for his novel Those Days (সেই সময়). { source : Goodreads)