મારી કવિતા ના વાચકને…

હું વાવું

મારી ક્ષણ ક્ષણ

આ કવિતામાં

ફૂટે કૂંપળ

પળ પળ ની

શબ્દે  શબ્દે

આવ, તું

આ કવિતામાં

વાવી દે

તારી થોડી ક્ષણો પણ

બને ઘેઘૂર  વૄક્ષ સમયનું

શબ્દો ના ડાળ-પાંદડાની

છાયામાં

બેસીએ

હું અને તું.

નેહલ

Poetry, my poems © Copyright 2017, Nehal

 

2 thoughts on “​મારી કવિતા ના વાચકને…- નેહલ

Comments are closed.