मराठी गज़ल
तुझ्या समोर मला गझल गायचा आहे,
गिळून घोट कडू, चंद्र घायचा आहे.
विकून दर्द ईथे दाद ध्यायची असते,
बुडून खोल मला शोध ध्यायचा आहे.
हरेक शब्द ईथे घालितो गळ्यात गळा,
अनोळखी तरिही गाव व्हायचा आहे.
मिठीत कैद मला तू जरी किती केले,
अजून भेटीचा दिवस यायचा आहे.
मनात पाउस हा वाट पाहतो आहे,
निळा निळा पक्षी भिजत जायचा आहे.
मंगेश पाडगाँवकर
……………
તારી સમક્ષ મારે ગઝલ ગાવાની છે-
કડવો ઘૂંટ ગળીને, ચંદ્ર આપવાનો છે!
દિલનાં દર્દ વેચીને અહીં દાદ મેળવવાનો રિવાજ છે,
ખૂબ ઊંડે સુધી ડૂબકી મારીને મારે શોધ જારી રાખવાની છે.
દરેક શબ્દ અહીં એકબીજાને ગળે વળગી રહ્યા છે,
છતાંય તદ્ન અજાણ્યા ગામ બનવાનું છે.
તારા આલિંગનમાં તેં મને ગમે તેટલો કેદી બનાવી દીધો હોય,
છતાં યે આપણા મિલનનો દિવસ આવવાનો બાકી છે.
મનમાં વરસાદ રાહ જોઈ રહ્યો છે,
આકાશી રંગનું પક્ષી એમાં ભીંજાવાનું બાકી છે.
મંગેશ પાડગાઁવકર
અનુવાદ- પન્ના અધ્વર્યુ