હલેસાં મેં હોડીમાં ખોડી દીધાં છે!
અને હાથ માલિક મેં જોડી દીધા છે!
કહું શું નશાથી ય આગળ ગયો છું!
સુરાલય મેં રસ્તામાં છોડી દીધાં છે!
.. .. .. .. ..
કોઈ દર્પણને પોતાનો ચ્હેરો નથી,
આ પ્રતિબિંબ એ કંઈ ઉમેરો નથી!
કોઈ પ્હોંચી શકે તો પ્રવેશી શકે,
એના દરવાજે ચોકી કે પ્હેરો નથી!
.. .. .. .. ..
મૌનના આક્રોશનો પથ્થર પીગળવા લાગશે,
શબ્દના મૂંગા નગરમાં સૂર્ય ઢળવા લાગશે!
પગ સલામત લઈને નીકળી જાવ જલ્દી તો ઘણું,
પગ સહીત પગદંડીઓ પગલાંને ગળવા લાગશે!
.. .. .. .. ..
સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;
સમર્પણનો રસ્તો પ્રસિધ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!
.. .. .. .. ..
હરકિશન જોષી
“છીપનો ચહેરો ગઝલ” માંથી
સંપાદકો: અમૃત ઘાયલ મકરંદ દવે
2 thoughts on “ગઝલ- હરકિશન જોષી”
Comments are closed.
વીણેલા ફૂલ, ખુબ સુંદર રચનાઓ
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર!
LikeLike