A Poem – Li Jiao (લી ઝીયાઓ)

હું આવું છું, હું આવું છું
કેટલાક તિરસ્કારે મને,
શિયાળાનું હિમ-અશ્રુ કહી
કેટલાક ચાહે મને,
વસંતનું હું સંગીત કહી
કવચિત, હું હોઈશ અશ્રુ
કવચિત, એક ગીત
ધીરેથી સરી પડીશ હું ફિક્કા ગાલ પરથી,
હળવેકથી હું સૂર રેલાવીશ આતુર હ્રદયથી.
પરવા નથી, આનંદિત કે ગ્લાનીભર્યું,
હું તો હંમેશ એક ઝરણું,
હ્રદય સોંસરવું વ્હેતું.
લાગણીના અગાધ સમુદ્રમાં
હું છું વિયોગ અને મિલન.

લી ઝીયાઓ

Li Jiao Tang Dynasty (646-715)

tang-dynasty-ebeijing-gov-cn
Tang Dynasty painting- eBeijing.gov.cn

 

The Tang Dynasty (618-907) witnessed the zenith of Chinese ancient poetry, with many renowned poets and famous works appearing over a period of less than 300 years. Some 50,000 poems and the names of 2,300 poets of that period remain widely known today.
The best-known poets of the Tang Dynasty are Li Bai (701-762) and Du Fu (712-770).