એક સૂકી કવિતા -નેહલ

હવે મનમાં
મધુર, સૌમ્ય ભાવ ઉઠતો નથી
કુમળી કવિતા ઉભરતી નથી
સૂકી, કઠણ, કઠોર ભૂમિ પર
બસ જાણે કેકટસ જ ઉગે
તેમ
મનમાં હવે શબ્દ
કાંકરા જેવા ખખડે
બરડ ડાળીઓની જેમ તૂટે
સૂકા ઘાસ જેવા
પીળા પીળા
ગોખરુના કાંટા જેવા
અણિયાળા,
મનને ઉલઝાવે, તરડાવે
બોરડીની ડાળી જેવા
વાક્યો.
ચકરાય ગીધ ને સમડી જેવા
વિચારો
નેહલ

Poetry, my poems © Copyright 2016, Nehal
(જૂની ડાયરીમાંથી)

images