મિત્રો – Friends – નેહલ

મિત્રો

આપણે બધાં રંગબેરંગી
થીંગડા જેવા
જિંદગી ના પહેરણ પર
બનાવીએ રંગીન આવરણ
ભૂખરા વાસ્તવ ને ઢાંકતું
ઉકલી ગયેલા ટાંકાઓ પર
ચીપકાવીએ રૂપાળા સ્મિત
રોજિંદા સળ ને હટાવવા
ઉષ્માભરી આંખોની
ફેરવીએ ઈસ્ત્રી
શુભેચ્છાઓ નું અત્તર છાંટી
ઉગાડીએ નવો દિવસ
જૂની સંદુકમાંથી
સાચવી ને કાઢેલો
સાંજ પડે પાછો
જાળવી ને મૂકી દેવા
આ, તે કે પેલી ઉજવણી ના
લેબલ લગાડી
બનાવવા મથીએ
નવોનક્કોર!
એકબીજાની
ઉછીની લીધેલી ક્ષણોના
પેટાવીએ દિવા
જીવનની સાંજ ને
ઝળહળાવવા !

નેહલ

Poetry, my poems © Copyright 2016, Nehal

o-friendship-facebook

A simple English Version 

Friends

We all are
Colourful patch-work
On life’s jacket
Creating an interesting pattern
Covering all grey rags beneath.
We try to seal holes
With our beautiful smiles.
Wish to iron out all
Creases of mundane days
With warmth of our eyes!
We spray perfume of
Our greetings
To bring in a brand new day
The day we daily put
In to our closet folding Carefully
To take out again!
Sticking labels of celebration
Of this or that day and
Make it sparkling new!
Borrowing each-other’s
Moments to
Light our candles
Brightening our evenings of Life!
– Nehal

Poetry, my poems © Copyright 2016, Nehal