ગઝલ- અશરફ ડબાવાલા

મૌનનું અંગીકરણ અર્થાત્ અશરફની ગઝલો- ચિનુ મોદી

એમના ‘વાણીપત’ સંગ્રહની ઘણી બધી રચનાઓ અેમની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ અને પુરબહારમાં ખિલેલી સર્જનશીલતાના હસ્તાક્ષરનું પ્રમાણ છે. એમાંથી માત્ર અેક જ હાલ રજૂ કરીને સંતોષ માનવો પડે છે.

…………                ……             …………              ……

તૃપ્તિ ને તરસના આ છળનો વિકલ્પ શું છે?
વરસીને જાણવું છે જળનો વિકલ્પ શું છે?

હોવા ન હોવા વચ્ચે રસ્તો તો જડ્યો છે પણ,
હું શોધવા મથું છું સ્થળનો વિકલ્પ શું છે?

નવયુગને પોંખશું પણ એ તો જરા કહોને,
મુઠ્ઠીમાં સાચવેલી પળનો વિકલ્પ શું છે?

ઈચ્છા ને વૃક્ષતાથી નીકળી ગયો છું આગળ,
સમજાવ ના મને તું ફળનો વિકલ્પ શું છે?

મર્યાદા રાખ અશરફ! ઊંડાણના ભરમની,
એ પૂછતો નહીં કે તળનો વિકલ્પ શું છે?
અશરફ ડબાવાલા ( વાણીપત માંથી )

image