એવું પણ બને – નેહલ

એવું પણ બને
હું કરું સતત તારી પ્રતિક્ષા
અને ખોજમાં મારી તું રઝળે!

એવું પણ બને
આમ ગોઠવેલી સરસ હો જિંદગી
ખસે પત્તું એક ને, કડડભૂસ મહેલ નીકળે!

એવું પણ બને
પથરાઈ હો પાંપણે સપનાંની કરચો
ટપકે આંસુ એકને, સામટાં મેઘધનુ ઝળહળે!

એવું પણ બને
બુદ્ બુદા  હો ખાલી ક્ષણોના ચોતરફ
અડકું સાવ નજીકથી તો બ્રહ્માંડો ખળભળે!

એવું પણ બને
મૃગજળોને છેતરે મારી તરસ યુગોની
ને જઈ ડૂબે તારી આંખોના સરમાં પળે પળે!

એવું પણ બને
રસ્તા, સફર ને મંઝિલોથી હો બેઠા અમે મોં ફેરવી
થંભેલાં, થાકેલાં ચરણોની જ નીચે મંઝિલો સળવળે!

– નેહલ

Poetry, my poems © Copyright 2016, Nehal

4 thoughts on “એવું પણ બને – નેહલ

Comments are closed.