(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ

This one is my favourite poem, by one of my favourite poet Late Shri Ravji Patel. I was searching for its english translation, which I found on Layastaro.com. Here poet describes his impending meeting with death as if a bridegroom waiting to be taken to husband’s place! Its about that bitter-sweet moment!

મૃત્યુને પ્રિયતમા રુપે કલ્પીને એની સાથેની મુલાકાતનો વાયદો પાળવાની વાત આપણે આનંદ મુવીમાં ગુલઝારસાહબની કલમે સાંભળી છે,
मौत तू एक कविता है,
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
એનાથી આગળ વધીને કવિ આ અમર રચનામાં નવોઢાના સ્વરુપે આ લોકની વિદાય લઈને પરલોકમાં, મૃત્યુરુપી પ્રિયતમને વરીને જવાની ઘડીનું વર્ણન કરે છે, આ પ્રિયતમ સાથેનું, ઝળહળતા શ્વાસોનું એવું મિલન છે જેમાં અહીંનું સર્વકાંઈ અહીં જ છોડીને જવાનું છે, પ્રિયતમની હણહણતી સુવાસનું ઇજન છે, અદમ્ય ખેંચાણ છે.

… …. … …. … ….

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

Swan song

Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…

Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…

A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…

– Ravji Patel
(Translated by Pradip Khandwala)

*

The Song of Illusive Death

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by Dileep Jhaveri)

સૌજન્ય — લયસ્તરો

Ravji-patel-