ગઝલ

મારા સૌ આદરણીય શાયર ની સમક્ષ નત મસ્તક થઈ આ છંદ અને ગઝલ ના ક્ષેત્રમાં પા પા પગલી માંડી રહી છું ત્યારે સૌથી પહેલો આભાર મારે માનનીય લક્ષ્મી ડોબરિયાનો માનવો છે જે માર્ગદર્શક બનીને મારા પ્રયત્નોમાં સાથે રહ્યા છે

ગઝલ

નદી જેમ વહેવું બની ના શક્યું તો
સહજ વિસ્તરી હું બધે કાંઠે કાંઠે.

હતો સાવ સીધો, સરળ પ્રેમ એથી
હું મારામાં ખુલતી ગઈ ગાંઠે ગાંઠે.

તરસ ઝાંઝવાની છે હૈયામાં જેના
કાં લઈ જાઓ એને કૂવા કાંઠે કાંઠે.

તરસવું, ભટકવું હતું ભાગ્યમાં ને
આ અક્ષર અઢી મેં ભણ્યા પાઠે પાઠે. 

ભરી સાત પગલાં અને વર મેં માંગ્યું
હવે સાત જન્મો હશું સાથે સાથે.
નેહલ

wp-1469517349484.jpeg

 

6 thoughts

Comments are closed.