આંખ ખૂલ્યાની આ ક્ષણે.
જાત જાગ્યાની આ ક્ષણે.
પડઘા ઝીલ્યાની આ ક્ષણે
પડછાયા પકડયાની આ ક્ષણે.
માળા તૂટ્યા ની આ ક્ષણે.
સૌન્દર્યો ઝળહળ્યા ની આ ક્ષણે.
સફર ખેડ્યાની આ ક્ષણે.
જીવતર કળ્યા ની આ ક્ષણે
પર્ણો ખર્યાં ની આ ક્ષણે.
ફુલો ખર્યાની આ ક્ષણે.
આકાશ ઉઘડ્યાની આ ક્ષણે
મૂળ સોતાં ઉખાડ્યાની આ ક્ષણે.
મૌન એકાંત સંધ્યા ની આ ક્ષણે
તેજ પ્રાગટ્યની આ ક્ષણે
પળો મહેક્યાની આ ક્ષણે.
– નેહલ
ખુબ સુંદર રચના
LikeLiked by 1 person
આપના પ્રતિભાવ અને પ્રશંસા માટે ખૂબ ખૂબ આભાર !વધુ સારું સર્જન કરવાની પ્રેરણા મળી .
LikeLike