પળો મહેક્યાની આ ક્ષણે! -નેહલ

image

 

 

આંખ ખૂલ્યાની આ ક્ષણે.
જાત જાગ્યાની આ ક્ષણે.

પડઘા ઝીલ્યાની આ ક્ષણે
પડછાયા પકડયાની આ ક્ષણે.

માળા  તૂટ્યા ની આ ક્ષણે.
સૌન્દર્યો  ઝળહળ્યા ની આ ક્ષણે.

સફર ખેડ્યાની આ ક્ષણે.
જીવતર કળ્યા ની આ ક્ષણે

પર્ણો ખર્યાં ની આ ક્ષણે.
ફુલો ખર્યાની આ ક્ષણે.

આકાશ ઉઘડ્યાની આ ક્ષણે
મૂળ સોતાં ઉખાડ્યાની આ ક્ષણે.

મૌન એકાંત સંધ્યા ની આ ક્ષણે
તેજ  પ્રાગટ્યની આ ક્ષણે

પળો મહેક્યાની આ ક્ષણે.
– નેહલ

2 thoughts on “પળો મહેક્યાની આ ક્ષણે! -નેહલ

    1. આપના પ્રતિભાવ અને પ્રશંસા માટે ખૂબ ખૂબ આભાર !વધુ સારું સર્જન કરવાની પ્રેરણા મળી .

      Like

Comments are closed.