SONG OF MYSELF – WALT WHITMAN

A child said, What is the grass? fetching it to me with full hands;
How could I answer the child?…..I do not know
what it is any more than he.

I guess it must be the flag of my disposition, out of hopeful green stuff woven.

Or I guess it is the handkerchief of the Lord,
A scented gift and remembrancer designedly dropped,
Bearing the owner’s name someway in the corners,
that we may see and remark, and say Whose?

Or I guess the grass is itself a child….the produced babe of the vegetation.
Or I guess it is a uniform hieroglyphic,
And it means, Sprouting alike in broad zones and narrow zones,
Growing among black folks as among white,
Kanuck, Tuckahoe, Congressman, Cuff, I give them the same, I receive them the same.

And now it seems to me the beautiful uncut hair of graves.

Tenderly will I use you curling grass,
It may be you transpire from the breasts of young men,
It may be if I had known them I would have loved them;
It may be you are from old people, or from offspring taken soon out of their mothers’ laps,
And here you are the mothers’ laps.
WALT WHITMAN

………..………………………………………          ……………………….       ………………..

ઘાસ  – મકરંદ દવે

ઘાસની જિન્દગી લીલવરણી અને
ઘાસનું મૃત્યુ તો સોનવરણું.

આવ, આ ઝૂલતા ઘાસની મેડીએ,
સર્વ દીવા બુઝાયા, છતાં તેડીએ
કોઈ લીલી સળી, કેડીએ કેડીએ
વાળ સોનેરી વિખરાઈ ચોગમ પડ્યા
ક્યાંક મુખ ઢાંકી લાજાળ, નમણું-

ત્યાં, પણે, ટેકરીને મથાળે ચડી
જોઈએ, વાય હેમંતી વાયુ, અડી
જાય આ બીડની ક્યાંક સોનાછડી,
હરણના જૂથમાં આજ આ ઘાસ પણ
સાથ ચરતું બની જાય હરણું-

ખડ તણો ખાલી વિસ્તાર, કેવો ઝગે!
ઊતરી આમ ઢોળાવ, ઘરમારગે
ચાલતાં ચાલતાં પ્રિય, કદી ડગમગે
આપણા પાય, ત્યાં અંધકારે બને
દીપ, જો દીપ, એકેક તરણું-
– મકરંદ દવે
અમલપિયાલી સંપાદન અને પ્રસ્તાવના સુરેશ દલાલ

image

3 thoughts on “WALT WHITMAN(3) – મકરંદ દવે

Comments are closed.