આવીશ?

આવીશ?

સવારનો સમય છે:
બફારો છે અને તડકામાં એક પ્રતીતિકર ચમક પણ.
વનસ્પતિનો હરિયાળો રંગ પણ ઠંડક વિનાનો લાગે છે.
એક સુંદર મજાનું પીળું પંખી ત્યાં ઘાસ પર કૂદી રહ્યું છે
બરાબર એ જ રીતે જેમ તું છે સુંદર નીરવ અને પ્રેમને
ઘાસની જેમ ધીરે ધીરે ઓળખતી અને
એનાથી પોતાને માટે અર્થ શોધતી.
આ પંખીને મળ્યું છે લીલું ઘાસ કે નીલ અન્તરિક્ષ, તેમ
શું આપણે એકબીજાને મળી શકીએ છીએ?
સવારના આછા ઠંડા ઉજાસમાં શું ધીરેથી હું તને બોલાવી શકું અને
આશા રાખી શકું કે નિમંત્રણથી તું આવીશ?
અશોક વાજપેયી (1981)
“એક પતંગ અનંતમાં” માંથી
અનુવાદ- જયા મહેતા

… … … … …

image