ऐश ट्रे
इलहाम के धुएँ से लेकर
सिगरेट की राख तक
उम्र की सूरज ढले
माथे की सोच बले
एक फेफड़ा गले
एक वीयतनाम जले…
और रोशनी
अँधेरे का बदन ज्यों ज्वर में तपे
और ज्वर की अचेतना में –
हर मज़हब बड़राये
हर फ़लसफ़ा लंगड़ाये
हर नज़्म तुतलाये
और कहना-सा चाहे
कि हर सल्तनत
सिक्के की होती है, बारूद की होती है
और हर जन्मपत्री –
आदम के जन्म की
एक झूठी गवाही देती है।
पैर में लोहा डले
कान में पत्थर ढले
सोचों का हिसाब रुके
सिक्के का हिसाब चले
और मैं आदि-अन्त में बनता
माँस की एक ऐश ट्रे
इलहाम के धुएँ से लेकर
सिगरेट की राख तक
मैंने जो फ़िक्र पिये
उनकी राख झाड़ी थी
तुम भी झाड़ सकते हो
और चाहो तो माँस की
यह ऐश ट्रे मेज़ पर सजाओ
या गांधी, लूथर और कैनेडी कहकर
चाहो तो तोड़ सकते हो –
Translation in hindi
from (www.kavitakosh.org )
. . . . . . .
ઍશ-ટ્રે
આધ્યાત્મિકતાના ધુમાડાથી માંડીને
સિગારેટની રાખ સુધી
આયુષ્યનો સૂરજ ઢળે
માથાના વિચારો બળે
એક ફેફસું ગળે
એક વિયેટનામ બળે
અને રોશની-
અંધારાનું શરીર જેમ તાવમાં તપે
અને તાવની અચેતનામાં-
પ્રત્યેક ધર્મ બબડે
પ્રત્યેક ફિલોસોફી લંગડાય
પ્રત્યેક ગીત તોતડાય
અને કહેવા ઝંખે
કે પ્રત્યેક સલ્તનત
સિક્કાઓની હોય છે, દારૂગોળાની હોય છે.
અને પ્રત્યેક જન્માક્ષર
આદમના જન્મની
એક જૂઠી સાક્ષી આપે છે.
પગ લોખંડથી કળે
કાનમાં પથ્થર ઢળે
વિચારોના હિસાબ અટકે
સિક્કાના હિસાબ ચાલે
અને હું આદમ-અંતે બનું
માંસની એક ઍશ-ટ્રે
અધ્યાત્મના ધુમાડાથી માંડીને
સિગારેટની રાખ સુધી
મેં જે ફિકરચિંતા પીધી
એની રાખ ખંખેરી હતી
તમે પણ ખંખેરી શકો છો
અને ઈચ્છો તો માંસની
આ ઍશ-ટ્રે ટેબલ પર સજાવો
અથવા ગાંધી, લ્યૂથર અને કેનેડી કહીને
ઈચ્છો તો તોડી શકો છો……
અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા
અનુવાદ : જયા મહેતા
Awesome !
LikeLiked by 1 person
Thank you for your appreciation! 🙂
LikeLike