बातें
आ साजन, आज बातें कर लें…
तेरे दिल के बाग़ों में
हरी चाह की पत्ती-जैसी
जो बात जब भी उगी,
तूने वही बात तोड़ ली
हर इक नाजुक बात छुपा ली,
हर एक पत्ती सूखने डाल दी
मिट्टी के इस चूल्हे में से
हम कोई चिनगारी ढूँढ़ लेंगे
एक-दो फूँफें मार लेंगे
बुझती लकड़ी फिर से बाल लेंगे
मिट्टी के इस चूल्हे में
इश्क़ की आँच बोल उठेगी
मेरे जिस्म की हँडिया में
दिल का पानी खौल उठेगा
आ साजन, आज पोटली खोल लें
हरी चाय की पत्ती की तरह
वहीं तोड़-गँवाई बातें
वही सँभाल सुखाई बातें
इस पानी में डाल कर देख,
इसका रंग बदल कर देख
गर्म घूँट इक तुम भी पीना,
गर्म घूँट इक मैं भी पी लूँ
उम्र का ग्रीष्म हमने बिता दिया,
उम्र का शिशिर नहीं बीतता
आ साजन, आज बातें कर लें…
. . . . . . . . . . .
વાતો
આવ વ્હાલમ આજે વાતો કરી લઈએ…
તારા દિલના બાગમાં
લીલી ચાની પાંદડી જેવી
કોઈ વાત જ્યારે પણ ઊગી
તેં એ જ વાત ચૂંટી લીધી.
દરેક નાજુક વાત છુપાવી દીધી,
દરેક પાંદડી સુકાવા નાંખી દીધી
માટીના આ ચૂલામાંથી
આપણે કોઈ ચિનગારી શોધી લેશું
એકબે ફૂંક મારી લેશું
બુઝાતું લાકડું ફરીથી સળગાવી લેશું
માટીના આ ચૂલામાં
પ્રેમની આંચ બોલી ઊઠશે
મારા શરીરની હાંડલીમાં
દિલનું પાણી ઊકળી ઊઠશે.
આવ સાંવરિયા, આજ ખોલ ગઠરિયાં….
લીલી ચાની પાંદડીની જેમ
એ જ ચૂંટેલી-ખોયેલી વાતો
એ જ સાંભળેલી સુકવેલી વાતો
આ પાણીમાં નાંખીને જો,
એનો રંગ બદલીને જો
ગરમ ઘૂંટડો એક તું પણ પીજે,
ગરમ ઘૂંટડો એક હું પણ પી લઉં.
જિંદગીની ગ્રીષ્મ આપણે વિતાવી દીધી,
જિંદગીની પાનખર નથી વીતતી
આવ વ્હાલમ, આજે વાતો કરી લઈએ…..
અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા
અનુવાદ : જયા મહેતા
