તારા પ્રેમનું એક ટીપું
એમાં ભળી ગયું હતું
તેથી મેં જિંદગીની
બધી કડવાશ પી લીધી….
. . . . . . .
મારું સરનામું
આજે મેં
મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો
અને ગલીને માથે લાગેલું
ગલીનું નામ હઠાવી નાંખ્યું છે
અને પ્રત્યેક રસ્તાની
દિશાનું નામ ભૂંસી નાંખ્યું છે
પરંતુ તમારે જો ખરેખર મને પામવી હોય
તો પ્રત્યેક દેશનાં, પ્રત્યેક શહેરનાં,
પ્રત્યેક ગલીનાં બારણા ખખડાવો
આ એક શાપ છે અને વરદાન છે
જ્યાં કયાંયે
મુક્ત આત્માની ઝાંખી થાય
– તો માનજો, એ મારું ઘર છે.
અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા
અનુવાદ : જયા મહેતા
. . . . .
मेरा पता
आज मैंने
अपने घर का नम्बर मिटाया है
और गली के माथे पर लगा
गली का नाम हटाया है
और हर सड़क की
दिशा का नाम पोंछ दिया है
पर अगर आपको मुझे ज़रूर पाना है
तो हर देश के, हर शहर की,
हर गली का द्वार खटखटाओ
यह एक शाप है, यह एक वर है
और जहाँ भी
आज़ाद रूह की झलक पड़े
— समझना वह मेरा घर है।
Translation in hindi
from (www.kavitakosh.org )