હૃદયપૂર્વક આભાર ! – નેહલ

કવિતા  લખવી અથવા તો લખવું એટલે જીવન ને વિલંબિત લય માં જીવવું.એક એક ક્ષણ ને માણવી , પોતાના અંતરમાં ઉતારવી , ઓગાળવી અને પછી એ ક્ષણો ને કલમની સાહી બનાવી કાગળ પર આલેખવી. કવિતા સાથે જયારે કોઈની ય  ખલેલ વિના અંગત સંબંધ રચાય ત્યારે માત્ર કવિતા જ પૂર્ણ ખીલેલા પુષ્પ જેવું નથી ઉઘડતી , કવિની ચેતના આપની સાથે સંવાદ રચે છે.આ બ્લોગ માટે જયારે પણ કોઈ કવિતાનું ચયન કરવાનું હોય ત્યારે આ ભૂમિકા એ થાય છે. અને  એથીજ ઘણી વાર હું દરેક કવિતા ના અનુવાદ નો લોભ ટાળવા  માગું છું.” ફોર એસ વી ” ની આભારી છું કે મારા બ્લોગની મિશ્ર ભાષાઓ છતાં એનો સમાવેશ કર્યો.
આ એક વર્ષમાં ઘણી વાર અનેક રચનાઓ સામે પડી હોય અને એક ને જ પસંદ કરવું અઘરું થઇ જાય. અને કોઈ વાર આખું અઠવાડિયું વીતી જાય અને કોઈ કવિતા જચે જ નહી !

છતાં અનિયમીત નિયમીતતાથી પ્રગટ થતી બ્લોગ પોસ્ટ આજે એક વર્ષ અને સો પોસ્ટનો લક્ષ્યાંક સાથે સિધ્ધ કરે એ મારા માટે ઉત્સવનો અવસર છે અને આપ સૌ સાથે એ આનંદ અને આભારની લાગણી વહેંચતા ખુશી અનુભવું છું.
મળતાં રહીશું, શબ્દોના પથ પર, ….
આ કવિતાનું કોડિયું છે નાનું અને જ્યોત છે ઝીણી,
પણ ઝળહળે ભવ્ય, જો હવાઓ મળે દાદની ઘણી.  🙂
-નેહલ

2 thoughts on “હૃદયપૂર્વક આભાર ! – નેહલ

Comments are closed.