श्री मनाचे श्लोक – समर्थ स्वामी रामदास रचित

सुखाची घडी लोटतां दुख आहे।
पुढे सर्व जाईल कांही न राहे।।

વિતે ક્ષણ જ્યાં સુખની ત્યાં દુઃખ આવવાનું.
બધું વહી જશે, ક્યાં કશું રહી જવાનું

मना सज्जना एक जीवीं धरावे।
जनी आपुले हीत तूवां करावे।।

સદા ચિત્તમાં એ સમજ રાખજે મન
કે પોતાનું હિત પોતે કરવું રહ્યું મન

यथासांग रे कर्म तेही घडेना।
घडे धर्म तें पुण्य गाठी पडेना।।

કહ્યાં છે જે કર્મો નથી એય થાતાં
થયો ગર્વ ત્યાં ધર્મ કર્મો નકામાં.

क्रियेविण वाचाळता ते निवारी।
तुटे वाद सवांद तो हीतकारी।।

મના શબ્દ નહીં કર્મને બોલવા દો
વિવાદો મટાડે એ સંવાદ સાચો.

हिताकारणे बोलणे सत्य आहे।
हिताकारणे सर्व शोधुनि पाहे।।

રહ્યું હીત જેમાં એ બોલેલું સાચું
થયું હીત જેમાં એ શોધેલું સાચું.

जगी पाहतां साच ते काय आहे।
अति आदरे सत्य शोधुन पाहे।।

પ્રથમ સત્યને સૂક્ષ્મ રીતે સમજવું
પછી સત્યની શોધ માટે વિહરવું.

विवेके सदा सस्वरुपी भरावे।
जिवा ऊगमी जन्म नाही स्वभावे।।

સુણો નાદ જે ભીતરેથી ઊઠે છે
ઉપરછલ્લી વાતો તો ક્યાં ભીંજવે છે.

मती भांडती शास्त्रबोध विरोधे।
गती खुंटती ज्ञानबोधे प्रबोधे।।

મના શાસ્ત્ર જ્યાં ત્યાં તો તકરાર રહેશે
મના આત્મશોધન સદાકાળ રહેશે.
– શ્રી મનના શ્લોક એક ભીતર યાત્રા માંથી
મકરંદ મુસળે
સમર્થ સ્વામી રામદાસ રચિત श्री मनाचे श्लोक નો
મરાઠીમાંથી ગુજરાતી સમશ્લોકી ભાવાનુવાદ