હું – નેહલ

આજના દિવસે આ બ્લોગ શરુ કર્યાને બરાબર એક વર્ષ થયું. એ નિમિત્તે મેં લખેલી પહેલી કવિતા…ઉંમર કદાચ 9-10 વર્ષ હશે.

હું

ચોગમ મહેકતી કુદરત હતી,
પ્રકૃતિ ખિલતી કળી હતી.
શોધી રહ્યું હતું કોઈ ‘હું’ નું અસ્તિત્વ!
ફૂલડે ફૂલડે, પાને પાને,
વેલીએ, ઘટાએ,
ઉષાની રંગછટામાં, સંધ્યાની લાલિમાએ.
વાયુની ફોરમને પૂછયું
મળી ‘હું’ ની હયાતી?
પ્રકૃતિ સાથેની તન્મયતા દૂર સરતાં
મને ‘હું’ નું અસ્તિત્વ જડ્યું.
-નેહલ