કવિતાનું
પોત
આમેય સાવ પાતળું
“સરી જતી રમ્ય વિભાવરી ”
જેવું કાંઈ નહિ.
વિચારોના તાંતણા
તૂટે
બટકે
આમતેમ
લટકે
ઓળખની
ગૂંથણી માં
ક્યાંક સાવ ખટકે .
મનના ભાવો
શબ્દોની
લગોલગ આવીને
અટકે.
હૈયું , આંખ , હથેળી
ભીંજવે
એક્ઝટકે .
મન એકાંતને
ખૂણે
ઝીણું ઝીણું
એકલું
બળે
કટકે કટકે.
– નેહલ
5 thoughts on “કવિતા નું પોત -નેહલ”
Comments are closed.
સુંદર!
LikeLiked by 2 people
कविता नुं पोत पातळु पण सुंवाळु छे!
LikeLiked by 1 person
😊
LikeLike
Beautiful expression
Nicely said
Keep up the good work
LikeLiked by 1 person
Beautiful. Something missing..
LikeLiked by 1 person