ઈશ્વર વિનાના હોવું એટલે….- નેહલ

ઈશ્વર વિનાના હોવું એટલે…
ખુલ્લા પગે રણની દઝાડતી રેત પર અવિરત ચાલવું.
કે પછી…
પથરાળ ખડક પર સ્થિર ઉભા ઉભા તોફાની મોજાંઓને ઝીલવું.
કે પછી
પહાડના ઉત્તુંગ શિખરે ધસમતી હવાઓના સૂસવાટાઓને ખુલ્લી છાતીએ ઝીલવું.
કે પછી …
ધોધમાર વરસતી ધારની નીચે નખશીશ ભીંજાવું .
કે પછી…
ખુદે પાડેલા પોકારોને અંતરતમમાં વાળવું.
કે પછી…
દીવો પ્રકટાવવા ઉઠેલા હાથોનું ખુદ જ્યોત બની ઝળહળવું.
કે પછી.
ચારેકોર પ્રતિબિંબો જોઈ માંહ્યલાનું મલકાવું.
ઈશ્વર વિનાના હોવું એટલે….
-નેહલ