ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ…. – નેહલ

pic from  japantimes
pic from telegraph.co.uk
pic : japantimes.co.jp
pic : japantimes.co.jp

પરિસ્થિતિ છે હવે રાબેતા મુજબ.
સ્થપાયું છે શાસન કાનૂનનું, સલામતીનું.
ક્યાંય કશું ખંડિત નથી, આ ત્યાનમેન સ્કેવરમાં!!
પણ,
રુંધાયો છે ગળામાં એક ડૂમો
દુ:ખથી તૂટે છે આ ખભાઓ
ઓ મારા સાથિઓ,
લાશોને ટેકો તમારી આપી આપી.
એ તમારા કૂમળા ચહેરા,
આવનારી પેઢીઓમાં કોણ માનશે?
તમે આવું દુસ્સાહસ કર્યું હતું?
ઉંચક્યું હતું માથું લોખંડી આપખુદ તાકાત સામે!!
માંગી માંગીને લોક્શાહી માંગી હતી,
વસંતના દિવસોમાં મ્રુત્યુની સેજ માંગી હતી!!

—નેહલ

One thought on “ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ…. – નેહલ

Comments are closed.