
એકલતા પાડે મનમાં ભારેખમ ચોસલાં.
આ ગોળ પૃથ્વીમાં શહેર આખાં ચોસલાં.
આકાશમાં ઉભેલાં મકાનો જાણે ચોસલાં.
માણસો ના ચહેરા પણ લાગે ચોસલાં ;
ચોરસ અને લંબચોરસ આડા અને ઉભા,
હોય જાણે મોબાઈલ ,ટીવી અને કમ્પ્યુટરના બનેલા ચહેરાના ચોસલાં .
લાગણીઓ પણ વહે એકબીજીને કાટખૂણે, સંબંધો નો બન્યો છે જાણે ફલોચાર્ટ .
મૈત્રી સ્નેહ પ્રેમ કરુણા અનુકંપા સઘળું ,
બની ગયું વિન્ડોશોપીન્ગના ચોસલાં .
સમયનો કાલખંડ જાણે બની ગયો છે,
કેલ્કયુલેટર ની કીઝ ના ચોસલાં .
સુખ -દુખ,ખુશી અને આંસુ જાણે જિંદગીના મોનીટર પર પીક્સ્લના ચોસલાં .
ભલેને બધાં કહેતા ભવના ફેરા,
અંતે સુવાનું થશે ધરતીમાં પાડી ચોસલાં.
– નેહલ
Nice !
LikeLiked by 1 person
સુખ -દુખ,ખુશી અને આંસુ જાણે જિંદગીના મોનીટર પર પીક્સ્લના ચોસલાં .
ભલેને બધાં કહેતા ભવના ફેરા,
અંતે સુવાનું થશે ધરતીમાં પાડી ચોસલાં.
nice lines!
LikeLiked by 1 person
Thanks for your appreciation!
LikeLiked by 1 person