વાંસળીવાળો – નેહલ

એ એકલપણા ની  પછેડી ઓઢી ચાલે,
સુખ-દુખ પાછળ ખેંચતા જાય.
એ એક આંસુભર્યું વાદળ ઉપાડી ચાલે,
ઝાડવાં આસપાસનાં લીલાંછમ થતાં જાય.
એ એક સોનેરી તડકાનું પોટલું ઉપાડી ચાલે,
પછીતે અંધારા ખૂણા ઝળહળ થાય.
એ એક સતરંગી ચાદર ઓઢી ચાલે,
સપનાનાં ફૂલ પતંગીયા બની ઉડતા થાય.
આ “એ” કોણ એ તો કોઇથી કળાય નહી,
દુરથી દેખાય પણ પાસે જવાય નહી .
-નેહલ

One thought on “વાંસળીવાળો – નેહલ

Comments are closed.