મારા પ્રિય મિત્રો ,
વસંતના વધામણા,રંગોના તહેવારની શુભેચ્છાઓ સાથે અેક ષોડશીનું રમતિયાળ ગીત,………
મારા દેહની ડાળીએ ટહુકી રે
વસંતની કોયલડી ,
કે મારી શ્વાસોની મંજરી મહેક મહેક થાય.
મારી આંખ્યું રેલાવે ચાંદની પૂનમની ને ;
મારી ચૂંદડીએ કેસુડો ન્હાય .
ટહુકા વેરાયા મારા હોઠોની લાલીએ ;
પાવાના સુર રેલાતા જાય.
મારા ગાલોની સુરખીએ ઉડાડ્યો ગુલાલ ; ઓ સખી , આ ફાગણ રંગતો જાય.
મારી પાયલ ના છંકારે જાગ્યો ઉત્સવ ;
ને જોબન ના તાલે આ રાસ ઝૂમતો જાય.
-નેહલ
મારી આંખ્યું રેલાવે ચાંદની પૂનમની ને ;
મારી ચૂંદડીએ કેસુડો ન્હાય .
ટહુકા વેરાયા મારા હોઠોની લાલીએ ;
પાવાના સુર રેલાતા જાય.
Nice 🙂
LikeLiked by 1 person