Hi Friends,
Usually I don’t like to come in between my creation or somebody’s creation I am sharing and you, the reader. But for today’s post I would like to share the background. In the year 1986, just before entering medical college I was attending one workshop at Vadodara on “Women’s status”. After two days I was full of thoughts and so many emotions, and I wrote this poem, showed it to my friends they encouraged me to share with others….and I received lot of attention and appreciation for it, which was something I least expected. When I read Maya Angelou’s “caged Bird” and similar undertone surprised me and I thought I should share this with you.
મુક્તિ ની ઝંખના
તેઓના માનવા પ્રમાણે મારે સલામતીની જરુર છે.
સુરક્ષા જરુરી છે.
તેથી મારા ઉંચા મકાનની બારી જાળીથી ઘેરાઇ ગઈ છે.
મારું આકાશ ચોકઠાઓમાં વહેંચાઈ ગયું છે.
આકાશ છે આકાશમાં પ્રકાશ-અંધકારની છાયા છે.
હવાની નદીનો પ્રવાહ મુક્તિનો શ્વાસ લઈ વહે છે.
મારે પણ એ નદીના શીતળ જળમાં પગ બોળવા છે
આ જાળીની પાર ના આકાશને મારી સમ્રગતાથી સ્પર્શવું છે
અને ઓહ ;
મારે બે આંખો પણ છે ,જે આ નાના ચોકઠા ની પાર જુએ છે .
જીજ્ઞાસા અનુભવે છે .
તેની દ્રષ્ટિ જે પ્રદેશને જુએ છે ,ત્યાં મારે પહોંચવું છે.
જાળી એટલી નાની છે કે મારી દ્રષ્ટિ સિવાય કશું બહાર જઈ શકે તેમ નથી .
અને મારા ઘરની બહાર જતો ઉંબર !
કદી ન પાછા ફરવાની ખાતરી સ્વીકારી બહાર લઇ જાય છે.
હું શું કરી શકું ?
હું શ્વાસ લઉં છું મારી આંખોથી
અને એ મુક્તિની હવાની સુગંધ આંખોમાં પ્રવેશી મારી દબાયેલી લાગણીઓ ને જલાવી જે આગ પ્રગટાવશે
તે આગની જવાળાઓ ના તેજ થી
સળિયા પીગળવાની રાહ જોવા સિવાય
હું શું કરી શકું ?
અહીં તો સામા પ્રવાહે તરવાનું છે.
અને તણખલાનો સહારો પરાવલંબન બની રહેવાનો .
ત્યારે મારાં પગલાંની કેડી , આ વેગવાન નદીમાં કંડારવાની છે.
એના ઉછાળા મારતા પાણીને મારામાં પ્રવેશતું અટકાવવાનું છે.
મારે ડૂબવાનું નથી ,એના ભાન સાથે ડૂબકીઓ લગાવવાની છે.
– Nehal
મારે ડૂબવાનું નથી ,એના ભાન સાથે ડૂબકીઓ લગાવવાની છે.
nice 🙂
LikeLiked by 1 person