જૂઈની વેલ – નેહલ

jui flower

હવાના કમાડ ઉઘાડે
મને એની સાથે ઉપાડે
સૂરોની આ પાંખો
:*:*:*:*:*:
તડકો દદડે આ મકાનો પરથી
બારીઓ તરસી
ફેલાવે હાથ ટીપાં ઓ
ચાટવા.
:*:*:*:*:*
ખરબચડું ,કઢંગું ,
માથું ઊંચકે
નવું બંધાતું મકાન
ઘાસે છવાયેલા મેદાનોમાં
વિસ્મિત ખિસકોલીઓ .
:*:*:*:*:*
આ ડાળીઓ જાણે ધરતીની
આંગળીઓ પસારે મુખ આકાશનું ;
કિરણોના લે ઓવારણા .
ઉડતા પંખી ને મારે હળવી ટપલી
અને સરકતી હવાનો પાલવ સંવારે .
-Nehal.