રજનીગંધા ના ફૂલ ……- નેહલ

અમે અંધારા ગટકી ગયા
અમે અજવાળું ખોબો ભરી પીધું.
અમે સુરજ ની છત્રી થી
કાળા ડીબાંગ વાદળ ને ભરી દીધું.
-:-:-:-:-:-:-:-:-:-:-

પીડાનાં પંખી
હ્રદય ની આગમાંથી
ઉઠે ફિનિક્ષ ની જેમ
કાગળે મુકુંwpid-tuberose-nishigandha-250x250.jpg
પાંખ  મળે.
-:-:-:-:-

એક વાર હૈયું અસ્ત થયા પછી,
ગમે એટલા સુરજના તોરણો બાંધો
સવાર ઉગતી નથી.
જુના વર્ષોની રદ્દી થી ભરેલી ઓરડીમાં
નવા છાપાથી નવું વરસ ઉગતું નથી .
-:-:-:-:-:-:-:-:-:-

નાનપણ માં પગથીયા ની રમતમાં
ઘર કૂદવાની  કેવી મઝા પડતી !
નદી કે ખાબોચિયા ને પથ્થરો પરથી
કૂદતાં કૂદતાં  પાર કરવાની શી મઝા !
આજે પણ એમ જ નાના નાના
આનંદ ના ટાપુઓ પરથી કુદી ને
જિંદગી ની પ્રલંબ નદી પાર કરવા
મથું છું ;
મઝા કેમ નથી આવતી ??
-Nehal

One thought on “રજનીગંધા ના ફૂલ ……- નેહલ

Comments are closed.