આગિયાઓ ની ટોળી- નેહલ

Fireflies
Fireflies

🌟 રેતી ની નદી ;
કાંઠે પથ્થરોનું ખેતર ,
ખડકોનું વન …
નકશામાં
દરિયાની ભીનાશ
શોધ્યા કરે.

🌟  એકલ નદીકાંઠે
ઉતરતી સાંજે
ચીરતી આકાશને
વાતાવરણ ને વીંધતી
ટીટોડી ની ચીસ
સાંભળું મારા
નિ:શ્વાસ માં.

🌟  ટાંકણી ઓ નાં આકાશ માં
ફુગ્ગા જેવું
ઊડવું
મળ્યું મને.

🌟  watercolours ની નદી
કાંઠે  crayons નું ખેતર
અને  sketchpens નું  જંગલ
કેનવાસ  પર વસંત શોધ્યા કરે.

🌟  સૂની એકલવાયી શેરીઓ સમી
આંખોમાં ;
પથરાતો અંધકાર ,
અને ટપ ટપ ટપકે ટીપાં
અજવાળાં નાં .
-Nehal