આગળ દિવાલ પાછળ દિવાલ
ડાબે દિવાલ જમણે દિવાલ
ઉપર છતનું તોતિંગ વજન
અને ઓહ ! સામેની બારીની જાળીમાંથી
આકાશનો એક ખંડિત ટુકડો
ફફડે પાંખો મારામાં
તડપે પાર ઉડવામાં
કોઈ કહો દિવાલ બનાવનાર
એટલી કૃપા વધુ કરે
પેલી બારીને ચણી દઈ
અજવાળાની ખલેલ દૂર કરે .
-Nehal
5 thoughts on “અજવાળાની ખલેલ – નેહલ”
Comments are closed.
Just superb no words to appreciate
LikeLiked by 1 person
Thanks for your kind words. .
LikeLike
Vah !
LikeLiked by 1 person
Too good
LikeLiked by 1 person
Thanks 😊
LikeLike