પ્રથમ પ્રયાસ.. – નેહલ

wpid-img_15989186097768.jpeg

આ  પર્ણો ની  વચ્ચેથી  તડકો નહીં,
પરમેશ્વર ધરતી પર ઉતરી રહ્યો  છે.

તને , મને, આ  તૃણ ,  પર્ણો,  ફુલો ને
સોનેરી  જાળી માં ગૂંથી રહ્યો છે.

પણે,  પેલા વૃક્ષ-તળે એક બાંકડે
અટૂલો એક વૃધ્ધ  કાંઇ  ઉછેરી રહ્યો છે.

ઉઘડી રહેલી આ કળીઓ ને જૂઓ
ઉજાસ આવતી કાલ નો ઉભરી રહ્યો છે.

પૂર્વ થી  પશ્ચિમની  ખેડી સફર લાંબી સૂરજ
ગોદમાં  ધરતી ની પાછો  ફરી રહ્યો છે.
-Nehal

2 thoughts on “પ્રથમ પ્રયાસ.. – નેહલ

Comments are closed.