લીલપનો લય – નેહલ

તારા માટેની  લાગણીઓનું
ઉગ્યું છે  અડાબીડ જંગલ
ઘેઘૂર  વ્રુક્ષો થી ઋજુ પાંદડીઓ સુધી
ફેલાઈ ગઈ છે લીલપ
મારા મનની ધરતી પર

મ્હેકે છે કેડીઓ ને
ટહુકે છે વેલીઓ
ભીનું ભીનું ગીત ઝરણાનું
વહે છે  મારા શ્વાસમાં.
નેહલ