હું  વહેંચાઉં  ટુકડે   ટુકડે
ટુકડે   ટુકડા  વેરવિખેર
અડધિયાં શોધે  પ્રતિબિંબો
પોતાનાં ,અહીં  ત્યાં  ચોમેર.

જાણું   ટુકડા  હું જ કરું છું
તો ય ન રોકું ખુદ ને કેમ ?
જાણું  ટુકડા સાંધણશાસ્ત્રો
તો ય ન કરતી  ખુદ પર  રે’મ

હું જ નહીં સૌ એ આ કરતા
ચારેકોર ટુકડા  તરફડતા
અધૂરપની તરસોથી  કળતા
જીવન  આખું  એમ જ  સરતા

જીવતર  હોય  કદાચ  આ જ  તો ?

ટુકડા જીવતા પૂર્ણ્ ને  કાજ  તો  ?

ટુકડે  ટુકડે પુર્ણ  હી  ગાજે
અવિરત જીવન નાદ હી બાજે
નેહલ

[   આ કવિતા  ઘણા વરસો પહેલાં લખાઇ હતી  ત્યારે કેટલાક અમૂલ્ય  સૂચન કરવા  માટે  જયદેવમાસાની આભારી  છું ]

One thought on “હું ટુકડો , ટુકડામાં હું – નેહલ

Comments are closed.